મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદના જશોદાનગરમાં પોલીસે હથિયાર સાથે શખ્સને ઝડપી પાડ્યો

અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં પોલીસે હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઝોન-6 એલસીબીની ટીમે ચોક્કસ

અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં પોલીસે હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઝોન-6 એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. જશોદાનગર બ્રિજ નજીક પોલીસની ટીમે આરોપીને કોર્ડન કરી તેની તપાસ કરતાં તેની પાસેથી દેશી તમંચો અને એક જીવતો કારતૂસ મળી આવ્યો હતો. પકડાયેલ આરોપીનું નામ આશિફ ઉર્ફે બરોડા સુલેમાન શેખ હોવાનું સામે આવ્યું છે. પોલીસે હથિયાર કબજે કરી આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.  

આ સમાચાર શેર કરો