VIDEO: નસવાડીમાં સોકતભાઈ સિંધીની અદ્ભૂત કલા, નારિયેળ હાથ વડે તોડી નાખતા લોકો થયા આશ્ચર્યચકિત
નસવાડીના સ્ટેશન વિસ્તારમાં સોકતભાઈ સિંધીની અદભૂત કલા જોઈ લોકો દંગ રહી ગયા હતા. નારિયેળની લારી

નસવાડીના સ્ટેશન વિસ્તારમાં સોકતભાઈ સિંધીની અદભૂત કલા જોઈ લોકો દંગ રહી ગયા હતા. નારિયેળની લારી પર પાણી પીવા ગયેલા સોકતભાઈએ વેપારીને છરાને બદલે હાથથી નારિયેળ તોડવાનો પડકાર આપ્યો હતો. વેપારીને વિશ્વાસ ન આવતા, તેમણે ભરબજારમાં માત્ર બે-ત્રણ ફટકા મારીને નારિયેળ તોડી બતાવ્યું હતું. સોકતભાઈએ ૧૦ મિનિટમાં ૧૦ નારિયેળ તોડવાની તૈયારી બતાવતા આસપાસના લોકો આ અનોખું કૌશલ્ય જોઈને આશ્ચર્યચકિત અને ખુશ થઈ ગયા હતા.


