VIDEO: છોટાઉદેપુરના પુનીયાવાંટ ગામ પાસે ત્રિપલ અકસ્માતમાં યુવતીનું મોત, 4 લોકો ગંભીર ઈજાગ્રસ્ત
છોટાઉદેપુરના પુનીયાવાંટ ગામ પાસે ટ્રિપલ અકસ્માતમાં એક યુવતીનું મોત થયુ છે. કાર, ટેમ્પો
છોટાઉદેપુરના પુનીયાવાંટ ગામ પાસે ટ્રિપલ અકસ્માતમાં એક યુવતીનું મોત થયુ છે. કાર, ટેમ્પો અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભીષણ અકસ્માતમાં બાઇક સવાર એક યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 થી 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે છોટાઉદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ છોટાઉદેપુર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



