મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી, નસવાડીની ગનીયાબારી પાસે લીકેજથી ફિલ્ટર થયેલું પાણી વેડફાયું

નસવાડી તાલુકાની કુપ્પા પાણીપુરવઠા યોજના હેઠળ ગનીયાબારી ગામ પાસે પાઇપલાઇનમાં લીકેજ સર્જાત

નસવાડી તાલુકાની કુપ્પા પાણીપુરવઠા યોજના હેઠળ ગનીયાબારી ગામ પાસે પાઇપલાઇનમાં લીકેજ સર્જાતા મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો છે. લીકેજને કારણે પાણીના ફુવારા ઊડતા જોવા મળ્યા હતા. આ યોજના દ્વારા આદિવાસી વિસ્તારના 72 ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ ભર ઉનાળે પણ લોકોને પૂરતું પાણી મળતું નથી. બીજી તરફ કોતરોમાં લાખો લીટર ફિલ્ટર થયેલું પાણી વેડફાઈ રહ્યું છે, જેના કારણે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે. દર વર્ષે પાઇપલાઇન રિપેરિંગ અને વિતરણ માટે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરને કરોડો રૂપિયાની ફાળવણી થાય છે, છતાં યોગ્ય જાળવણી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો