Mahisagar: દિવ્યાંગ બાળકોના કેમ્પમાં હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ આપવાનો આક્ષેપ

મહીસાગર જિલ્લામાં દિવ્યાગ બાળકોના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલાસિનોરમાં

મહીસાગર જિલ્લામાં દિવ્યાગ બાળકોના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલાસિનોરમાં યોજવામાં આવેલા કેમ્પમાં લાભાર્થીના પિતાએ આક્ષેપ કર્યા છે કે તેમાં હલકી વસ્તુઓ આપવામાં આવી છે. નોંધનીય છે કે, આરંભ ડે કેર સેન્ટર સમાજ સુરક્ષા લુણાવાડા અને એલીમોકો ઉજ્જૈન દ્વારા સાધન એસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં આ વસ્તુ આપવામાં આવી હતી. ત્યારે બાળકોને આપેલા બુટમાં કોઈપણ લોગો કે ટ્રેડમાર્ક ન હોવાની ફરિયાદ કરવામાં આવી છે. મહીસાગર જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ કિરીટસિંહ દ્વારા બુટ સહિતની સસ્તી ગુણવત્તાવાળી વસ્તુઓ આપી હોવાની કરી ફરિયાદ કરી છે. ત્યારે આ મામલે મંત્રી ભાનુબેન બાબરિયા ના ફેસબુક પેજ પર કોમેન્ટ કરી વાલીએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. સાધન સહાય પર લોગો કે ટ્રેડમાર્ક ન જોવા મળતા સ્થાનિક આગેવાનોએ પણ વિરોધ કર્યો છે. સાથે જ દિવ્યાંગ કેમ્પમાં અપાયેલ વસ્તુની ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવા લાભાર્થીના પરિવારે માગ કરી છે. 

આ સમાચાર શેર કરો

જાહેરાત