મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : નડીયાદના સખી વન સ્ટોપ સેન્ટર સામે ધર્માંતરણ અને દબાણના આક્ષેપથી ચકચાર

નડીયાદમાં સ્થિત સખીવન વન સ્ટોપ સેન્ટરને લઈને વિવાદ ઉભો થયો છે. પ્રજાપતિ સમ

નડીયાદમાં સ્થિત સખીવન વન સ્ટોપ સેન્ટરને લઈને વિવાદ ઉભો થયો છે. પ્રજાપતિ સમાજના એક પરિવારે આક્ષેપ કર્યો છે કે તેમની દીકરીને ધર્માંતરણ માટે પ્રેરિત કરવામાં આવી રહી હતી. પરિવારના જણાવ્યા મુજબ યુવતીએ 181 હેલ્પલાઇન પર સંપર્ક કર્યા બાદ તેને સખીવન સેન્ટરમાં રાખવામાં આવી હતી. યુવતીના પિતાનો આક્ષેપ છે કે સેન્ટરમાં કાર્યરત કેટલીક મહિલાઓ દ્વારા યુવતીને પસંદ કરેલા યુવક સાથે લગ્ન કરવા દબાણ કરવામાં આવતું હતું. પરિવાર હવે નારી ગૃહ, જિલ્લા કલેક્ટર તેમજ હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ કરવાની તૈયારીમાં છે. સાથે જ યુવતી ત્યાં રહી તે સમયના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાની માંગ પણ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો