VIDEO: રાજકોટની એઈમ્સ હોસ્પિટલમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ્સની દાદાગીરી, દર્દીના સગાને માર માર્યો હોવાનો આક્ષેપ
રાજકોટની એઈમ્સ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જ્યાં એમ.જે.સોલંકી સિક્યુરિ
રાજકોટની એઈમ્સ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જ્યાં એમ.જે.સોલંકી સિક્યુરિટી એજન્સીની મહિલા ગાર્ડ્સએ દાદાગીરી કરી હોવાનો આક્ષેપ લાગ્યા છે. વાહન પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ્સે દર્દીના સગાને ઢીકા પાટુનો ઢોર માર માર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે. આ સમગ્ર મામલો ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચ્યો છે, જ્યાં ભોગ બનનાર પરિવારે સિક્યુરિટી એજન્સી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.







