મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાદરામાં પરિવારને જીવતો સળગાવવાના પ્રયાસનો આક્ષેપ

વડોદરાના પાદરા તાલુકાના દરાપુરા ગામમાં પરિવાર સાથે ધિંગાણું અને ઘરને આગ ચાંપી પરિવારને જીવતો

તસવીર: gstv

વડોદરાના પાદરા તાલુકાના દરાપુરા ગામમાં પરિવાર સાથે ધિંગાણું અને ઘરને આગ ચાંપી પરિવારને જીવતો સળગાવવાના પ્રયાસનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે. પીડિત પરિવાર રડતા-રડતા જિલ્લા પોલીસ વડા સમક્ષ ફરિયાદ કરવા પહોંચ્યો હતો. પરિવારની મહિલાએ આક્ષેપ કર્યો કે વણકરવાસમાં ઉભું કરાયેલું ધાર્મિક બાંધકામ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે અને ત્યાં દારૂ-જુગાર જેવી પ્રવૃત્તિઓ સામે વાંધો ઉઠાવતા તેમની સાથે ઝઘડો કરી હુમલો કરાયો હતો. પરિવારનો આરોપ છે કે ઘરને આગ ચાંપી તેમને જીવતા સળગાવવાનો પ્રયાસ પણ થયો હતો. પાદરા પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી ન કરી હોવાની ફરિયાદ બાદ એસપીએ નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે.

આ સમાચાર શેર કરો