મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Vadodara / પાદરામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા; બુટલેગરોએ યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યો

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસને બાતમી

તસવીર: GSTV

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સ્થાનિક બુટલેગરોએ એક યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, મહેશ માળી નામના યુવક પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. બુટલેગરોને એવી શંકા હતી કે મહેશ પોલીસનો બાતમીદાર છે અને તેમના ગેરકાયદેસર ધંધાની માહિતી પોલીસ સુધી પહોંચાડે છે. આ શંકાને રાખીને બુટલેગરોએ મહેશને આંતરી, ચાકુની અણીએ ડરાવી-ધમકાવી તેનું અપહરણ કર્યું હતું. અપહરણ બાદ યુવકને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈને લાકડીઓ અને હથિયારો વડે ઢોર માર મારવામાં આવ્યો હતો.

બુટલેગરો દ્વારા કરવામાં આવેલી નિર્મમ મારપીટમાં મહેશ માળીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવકની હાલત નાજુક જણાતા તેને તાત્કાલિક સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલમાં તબીબો દ્વારા તેની સઘન સારવાર કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ પાદરા પોલીસનો કાફલો હરકતમાં આવ્યો છે. પોલીસે અપહરણ અને હુમલાના આ ગુનામાં સંડોવાયેલા શખ્સોની ઓળખ કરી તેમની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. 

આ સમાચાર શેર કરો