VIDEO: 31 જુલાઈએ વડોદરાની તમામ સ્કૂલ-કોલેજો રહેશે બંધ, અચાનક કલેક્ટરનો મોટો આદેશ
હવામાન વિભાગ દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં 31 જુલાઈના ર

હવામાન વિભાગ દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં 31 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા વહીવટી તંત્રે એક મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, વડોદરા શહેર અને જિલ્લાની તમામ આંગણવાડીઓ, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં 31 જુલાઈના રોજ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે અને રજા જાહેર કરવામાં આવી છે.
વડોદરા જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી છે કે આ જાહેરનામાનો સખતપણે અમલ કરવાનો રહેશે. આ આદેશનો અનાદર કરનાર અથવા નિયમ ભંગ કરનાર શૈક્ષણિક સંસ્થાઓ સામે કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે.જણાવી દઈએ કે, વડોદરામાં વરસાદી આફતનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ ગત સપ્તાહ દરમિયાન ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિની આગાહીને કારણે વડોદરા શહેર અને જિલ્લાની શાળાઓ બે દિવસ માટે બંધ રાખવાની ફરજ પડી હતી.
વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અને ખાસ કરીને વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળે અને તંત્રની સૂચનાઓનું પાલન કરે.






