મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધ્રાંગધ્રાનો ફલકું ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારો માટે તંત્રની એલર્ટ

ઉપરવાસમાં ભારે વરસાદના કારણેસુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાનો ફલકું ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં ૨

તસવીર: gstv

ઉપરવાસમાં ભારે વરસાદના કારણેસુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાનો ફલકું ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં ૨૬ ફૂટ પાણી સપાટી પહોંચતા ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે. આથી ધ્રાંગધ્રા શહેર, મોટી માલવણ, ઇસદરા અને વાવડી સહીતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપાઈ છે. સંભવિત જોખમને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ડેમ છલકાવાના સમાચાર મળતા મોટી સંખ્યામાં નાગરિકો નજારો જોવા ઉમટી પડ્યા હતા, પરંતુ વહીવટી તંત્ર દ્વારા સતર્કતા દાખવી તમામ સુરક્ષા પગલાંઓ સઘન બનાવવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો