મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabadને મળશે અર્બન લંગ્સ રોડ, વિસતથી તપોવન સર્કલ સુધી બનશે શહેરનો સૌથી પહોળો માર્ગ

અમદાવાદના નકશા પર એક નવો આઇકોનિક માર્ગ ઉમેરાવા જઈ રહ્યો છે. આઇકોનિક રોડ અને ડસ્ટ ફ્રી રોડ બાદ હવે શહેરમાં અર્બન લંગ્સ રો

તસવીર: GSTV

અમદાવાદના નકશા પર એક નવો આઇકોનિક માર્ગ ઉમેરાવા જઈ રહ્યો છે. આઇકોનિક રોડ અને ડસ્ટ ફ્રી રોડ બાદ હવે શહેરમાં અર્બન લંગ્સ રોડ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. વિસત સર્કલથી તપોવન સર્કલ સુધી 3.6 કિલોમીટર લાંબો અને અમદાવાદનો સૌથી પહોળો માર્ગ બનશે. બંને બાજુ ચાર લેનનો મુખ્ય માર્ગ તથા 7 મીટરનો સર્વિસ લેન બનાવાશે. 90 અને 108 મીટરનો રાઇટ ઓફ વે રહેશે. 81,500 ચોરસ મીટર લેન્ડસ્કેપ એરિયા, 2.1 મીટર પહોળો સાયકલ ટ્રેક, પેદેસ્ટ્રિયન અને દિવ્યાંગો માટે સુવિધાઓ ઉભી કરાશે. માર્ગ પર 1200થી વધુ વૃક્ષો અને આકર્ષક આર્ટ ઇન્સ્ટોલેશન શહેરની સુંદરતા વધારશે.

આ સમાચાર શેર કરો