VIDEO: અમદાવાદ રથયાત્રા: આ વર્ષે મોસાળમાં એકસાથે 'બે મામેરા'ના દિવ્ય દર્શન
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીના મોસાળના મામેરાના દર્શન ભક્તો માટે ખુલ્લા

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીના મોસાળના મામેરાના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ વર્ષે રથયાત્રાના દિવસે ભગવાનના બે મામેરા થવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મોટી વાસણ શેરી ખાતે આવેલા જૂના રણછોડજી મંદિર ખાતે પણ ભવ્ય મામેરાના દર્શન યોજાયા છે. ભગવાનને ચાંદીની બંસરી, સુદર્શન ચક્ર, બલરામજીને હળ તેમજ ત્રણેય ભગવાનના વાઘા અર્પણ કરવામાં આવ્યા છે. જ્યારે માતા સુભદ્રાજીને પાર્વતી શૃંગારથી સજાવવામાં આવ્યા છે. વર્ષો પહેલા વાસણ શેરીના રણછોડજી મંદિરથી મામેરાની પરંપરા શરૂ થઈ હતી, જે ફરી એકવાર જોવા મળશે.




