મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદથી વિદ્યાર્થી સંગઠનના છાત્રો કી ગુંજ અભિયાનનો પ્રારંભ

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતેથી રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન દ્વારા 'છાત્રો કી ગુંજ

તસવીર: gstv

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતેથી રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન દ્વારા 'છાત્રો કી ગુંજ' અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ જાખર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કેન્દ્ર સરકારની શિક્ષણ નીતિ અને પરીક્ષા વ્યવસ્થા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે દેશમાં શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ છે. મેડિકલ પ્રવેશ પરીક્ષાના પેપર લીક કાંડ મુદ્દે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરતા તેમણે દાવો કર્યો કે, શાસન દરમિયાન ચાર વખત પેપર લીક થવાના કારણે ૧૬થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. વિનોદ જાખરે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીને સૌથી ભ્રષ્ટ સંસ્થા ગણાવી તેને બંધ કરવા તેમજ ગુજરાતમાં વિદ્યાર્થીઓને સમયસર શિષ્યવૃત્તિ આપવાની માંગ કરી હતી. આ અભિયાન હેઠળ વિદ્યાર્થીઓ પાસેથી શિક્ષણમાં સુધારા અંગે સૂચનો લેવાઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો