મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં નહિવત વરસાદે ભુવા પડ્યા: તંત્ર એક્શનમાં

અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જ ઠેર-ઠેર ભુવા પડવાની અને વાહનો ફસાવાની ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને જે વ

તસવીર: gstv

અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જ ઠેર-ઠેર ભુવા પડવાની અને વાહનો ફસાવાની ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને જે વિસ્તારોમાં યુટિલિટી લાઈનો માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યાં કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય પુરાણ અને વોટરિંગ ન કરાયું હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.ચાલુ વર્ષે શહેરમાં અંદાજે ૧૫૦ જેટલી જગ્યાએ ખોદકામની કામગીરી કરવામાં આવી છે, જ્યાં ભવિષ્યમાં પણ જમીન બેસી જવાની ભીતિ છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા અધિકારીઓને કડક તાકીદ કરવામાં આવી છે. હવે પછી જ્યારે પણ નવું ખોદકામ થાય, ત્યારે ફરજિયાતપણે નિયમ મુજબ યોગ્ય પુરાણ અને વોટરિંગ કરવામાં આવે જેથી ચોમાસામાં ખાડા-ભુવાની સમસ્યાથી નાગરિકોને બચાવી શકાય.

આ સમાચાર શેર કરો