અમદાવાદમાં ભારે વરસાદ, અનેક વિસ્તારમાં પાણી ભરાયા
અમદાવાદમાં મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે. કાળા ડિબાંગ વાદળો સાથે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવા
અમદાવાદમાં મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે. કાળા ડિબાંગ વાદળો સાથે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદના સરખેજ, મકરબા, એસ.જી હાઇવે, ગોતા, વૈષ્ણોદેવી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ ગાંધીનગરમાં પણ વરસાદની એન્ટ્રી થઈ ચુકી છે.
અમદાવાદના અનેક વિસ્તારમાં ભારે વરસાદ
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રોડ-રસ્તા પર પાણી ફરી ગયા છે. બીજી બાજું પૂર્વ વિસ્તાર રાણીપ, અખબાર નગર, નરોડામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. નરોડા,કૃષ્ણનગર,નિકોલ,ઓઢવ જેવા અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. પૂર્વ વિસ્તાર તેમજ પશ્ચિમ વિસ્તારમાં અનેક જગ્યાએ મેઘરાજાની બેટિંગ જોવા મળી હતી. વરસાદી માહોલને લઈને શહેરમાં ઠંડક પ્રસરી હતી.
RTO સર્કલમાં પણ પાણી ભરાતા વરસાદના પગલે વાહન ચાલકોને હાલાકી પડી હતી. હવામાન વિભાગ દ્વારા પાંચથી સાત દિવસ કરવામાં આવી છે હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.








