VIDEO : અમદાવાદમાં જગન્નાથજી રથયાત્રા પહેલા પોલીસ સક્રિય, ડ્રોનથી સર્વેલન્સ હાથ ધર્યુ
Ahmedabad News : અષાઢી બીજ પર દેશમાં ઓડિસ્સાના જગન્નાથપુરી બાદ સૌથી મોટી
Ahmedabad News : અષાઢી બીજ પર દેશમાં ઓડિસ્સાના જગન્નાથપુરી બાદ સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા અમદવાદ શહેરમાં નીકળે છે. આ દિવસે ભગવાન જગન્નાથ ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. બહોળા પ્રમાણમાં શ્રદ્ધાળુંઓ ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભકિતભાવ સાથે જોડાઇને ઉજવણી કરે છે. આ રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં રથયાત્રા પહેલા પોલીસ વિભાગ સક્રિય થયો છે. ભક્તોની સુરક્ષા માટે શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ડ્રોન થકી ખમાસા વિસ્તારમાં સર્વેલન્સ હાથ ધર્યુ છે. શહેર પોલીસ ડ્રોન કેમેરાની મદદથી રથયાત્રાના રૂટ પરની ગતિવિધિ અંગે બાજ નજર રાખી રહી છે.




