Ahmedabad Plane Crash: દુર્ઘટનાસ્થળથી GSTVનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
ગુજરાતના અમદાવાદમાં 12મી જૂને ભીષણ વિમાન દુર્ઘટનાના કારણે સમગ્ર દેશ આઘાતમાં છે. વિમાનમા
ગુજરાતના અમદાવાદમાં 12મી જૂને ભીષણ વિમાન દુર્ઘટનાના કારણે સમગ્ર દેશ આઘાતમાં છે. વિમાનમાં સવાર મોટા ભાગના મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું જેમાં 242 લોકો સવાર હતા. જેમાં બે પાયલટ અને 10 કેબિન ક્રૂ સદસ્યો સામેલ છે.પ્લેન ટેકઓફ થયાની બે જ મિનિટમાં ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે. તેઓ પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. ફ્લાઇટ AI171માં 169 ભારતીય, 53 બ્રિટિશ, 1 કેનેડિયન અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.
Gstvની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને ગ્રાઉન્ડ રીપોર્ટ રજુ કર્યો
Gstvની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને ગ્રાઉન્ડ રીપોર્ટ રજુ કર્યો. વિમાન મેઘાણીનગર નજીક એક હોસ્ટેલમાં ક્રેશ થયું તે બિલ્ડિંગમાં પણ મોટા પાયે જાનહાનિના અહેવાલ છે. વિદ્યાર્થીઓની મેસ પર પ્લેન ક્રેશ થયું હતું. પોલીસ, રેપીડએક્શન ફોર્સ, અને ફોરેન્સિકની ટીમ ઘટનાસ્થળે સતત ખડે પગે કાર્યરત છે. વિદ્યાર્થીઓનો સામાન પણ કાટમાળમાં વેરવિખેર પડ્યો છે.






