VIDEO: અમદાવાદ / કુખ્યાત ધમા બારડ ક્રાઈમ બ્રાન્ચના કબ્જામાં
અમદાવાદમાં કુખ્યાત આરોપી ધમા બારડને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચે તેનો કબ્જો મ

અમદાવાદમાં કુખ્યાત આરોપી ધમા બારડને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા ક્રાઈમ બ્રાન્ચે તેનો કબ્જો મેળવી લીધો છે. ધમા બારડ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન પોલીસે તેના પગમાં ગોળી મારી હતી, ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ધમા બારડ સામે અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. કૃષ્ણનગર વિસ્તારમાં હત્યાના પ્રયાસના ગુનામાં તે ફરાર હતો અને પોલીસ તેને શોધી રહી હતી. ઘટનાને લઈને શહેરમાં ચર્ચા જાગી છે. હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને અન્ય ગુનાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે.




