VIDEO: અમદાવાદ / ઔડા આવાસોમાં પાણી, લિફ્ટ અને લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ ન મળતા રહીશોમાં ભારે રોષ
અમદાવાદમાં AMC કચેરી ખાતે લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઔડા આવાસોમાં પાણી, લિફ્ટ

અમદાવાદમાં AMC કચેરી ખાતે લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઔડા આવાસોમાં પાણી, લિફ્ટ અને લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ ન મળતા રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકો મુખ્ય ગેટ પાસે બેસી જઈ “પાણી આપો, પાણી આપો”ના સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. રહેવાસીઓએ આરોપ લગાવ્યો કે તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે પરંતુ કામગીરી કરવામાં આવતી નથી. વિરોધના કારણે AMC કચેરી બહાર થોડો સમય ભારે હોબાળો અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો.




