Ahmedabad news: PM મોદી સિવિલ હોસ્પિટલ પહોંચની ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરીને થયા રવાના
એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન AI 171 અકસ્માતનો ભોગ બન્યું. આ વિમાન ગુરુવારે
એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન AI 171 અકસ્માતનો ભોગ બન્યું. આ વિમાન ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં ક્રેશ થયું. વિમાનમાં 242 લોકો સવાર હતા. 241 લોકોએ જીવ ગુમાવ્યા, ફક્ત એક મુસાફર બચી ગયો. અકસ્માત બાદ બચાવ કામગીરી ચાલુ છે. પીએમ મોદી અમદાવાદમાં છે. ગુરુવારે ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર. આ સાથે પીએમ મોદી સિવિલ હોસ્પિટલમાં પીડિતોને પણ મળી શકે છે.
વડાપ્રધાન મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે જ્યાં દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત પરિવારનો મળશે.
પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા
પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા છે તેઓ સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળશે. વડાપ્રધાન મોદી એરપોર્ટથી સીધા જ્યા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું તે સ્થળની મુલાકાત લીધી હતી.
ડોગ સ્ક્વોડ ટીમ સ્થળ પર
NDRF ડોગ સ્ક્વોડ ટીમ ફરી એકવાર ઘટના સ્થળે પહોંચી છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કેટલાય મુસાફરોના શરીરના ઘણા ભાગો બળી ગયા છે. તેમની ઓળખ કરવી મુશ્કેલ છે. ડોગ સ્ક્વોડની મદદથી તે અંગોની શોધ કરવામાં આવી રહી છે.










