Ahmedabad news: નોબલનગરમાં 3 વર્ષની બાળકી પર કિશોરે ચઢાવી દીધી કાર, સદનસીબે માસૂમનો આબાદ બચાવ
અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના નોબલ નગરમાંથી મોટા અહેવાલ સામે
અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના નોબલ નગરમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે, જેમાં 3 વર્ષની બાળકી પર કિશોરે કાર ચઢાવી દીધી, સદનસીબે બાળકીનો આબાદ બચાવ થયો હતો. 3 વર્ષની બાળકી બંગલાના કોમન પ્લોટમાં રમી રહી હતી, ત્યારે અચાનક કાર આવીને તેની પર ચઢી ગઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ હતી.
અવારનવાર કિશોર સોસાયટીમાં કાર ચલાવીને આંતક મચાવે છે
સ્થાનિકોએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે અવારનવાર કિશોર સોસાયટીમાં કાર ચલાવીને આંતક મચાવે છે. સમગ્ર મામલે પોલીસે કાયદાના સંઘર્ષ માં આવેલ કિશોર વિરુદ્ધ કાર્યવાહી કરી છે, અને કાર માલિક વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી છે.
જાહેરાત






