VIDEO: અમદાવાદ/ નરોડા પોલીસની મોટી કાર્યવાહી, અમેરિકન નાગરિકોને છેતરનાર ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડ્યું
અમદાવાદની નરોડા પોલીસે કરાઈ કટ ચાર રસ્તા નજીક આવેલા આત્ર
અમદાવાદની નરોડા પોલીસે કરાઈ કટ ચાર રસ્તા નજીક આવેલા આત્રે ઇવાન-૩ ફ્લેટમાં દરોડા પાડી એડવાન્સ અમેરિકા કંપનીના નામે અમેરિકન નાગરિકોને લોન આપવાની લાલચ આપી છેતરપીંડી કરતા ગેરકાયદેસર કોલ સેન્ટરને ઝડપી પાડ્યું છે. ખાનગી બાતમીના આધારે પોલીસે ફ્લેટમાંથી 5 લેપટોપ 10, મોબાઈલ, 4 હેડફોન, કી-બોર્ડ, માઉસ અને ખોટા લેટરપેડ સહિત 2 લાખ 17 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મનિષ અંસાની જયેશ મકવાણા કૃણાલ ચાવલા દિનેશ કલ્યાણી અને એક કિશોર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ સરદારનગર વિસ્તારના રહેવાસી છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.



