VIDEO: અમદાવાદ / કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિ વચ્ચે શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો
અમદાવાદમાં કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિ વચ્ચે શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. તાપમાન 44°C ની

અમદાવાદમાં કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિ વચ્ચે શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. તાપમાન 44°C ની નજીક પહોંચતા, શાકભાજીના ઉત્પાદન અને પુરવઠા પર ગંભીર અસર પડી છે. બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ મોટો વધારો થયો છે, જેનો સીધો બોજ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી રહ્યો છે. સ્થાનિક વેપારી બિપિન પટેલે જણાવ્યું હતું કે તીવ્ર ગરમીને કારણે શાકભાજી જલ્દી બગડી જાય છે, જેનાથી વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે. સાથે જ ડીઝલના ભાવ વધારાને કારણે માલસામાન લાવવાનો ખર્ચ પણ વધી ગયો છે જેથી અમે ભાવ વધારવા મજબૂર બન્યા છીએ. ગ્રાહક ધવલ પ્રજાપતિએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે રસોડાના બજેટ પર આ મોંઘવારીની સીધી અસર પડી છે ગૃહિણીઓ માટે શાકભાજી ખરીદવા મુશ્કેલ બન્યા છે.


