મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં નકલી PSI બની યુવતી સાથે ઠગાઈ કરવાનો વધુ એક બનાવ, પોલીસ યુનિફોર્મવાળા ફોટા મૂકી જીત્યો હતો વિશ્વાસ

અમદાવાદમાં નકલી PSI બની યુવતી સાથે છેતરપિંડી આચરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ

અમદાવાદમાં નકલી PSI બની યુવતી સાથે છેતરપિંડી આચરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ ‘જીવનસાથી ડૉટ કોમ’ એપ પર રોકી પંચાલ નામથી ID બનાવી પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ સિક્યોરિટી ઓફિસર તરીકે આપી હતી. ઇન્સ્ટાગ્રામ પર પોલીસ યુનિફોર્મવાળા ફોટા મૂકી યુવતીનો વિશ્વાસ જીત્યા બાદ અલગ-અલગ બહાના હેઠળ ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.

આરોપીએ કુલ 1.74 લાખ રૂપિયાની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. છેતરાયેલી યુવતીએ સમગ્ર મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો