મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ: ચાંદીમાં રોકાણના નામે ૧૦.૫૦ કરોડની ઠગાઈ, પિતા-પુત્ર ઝડપાયા

અમદાવાદના ચાંદીમાં રોકાણના નામે ૧૦ કરોડ 50 લાખ રૂપિયાથી વધુની ઠગ

તસવીર: gstv

અમદાવાદના ચાંદીમાં રોકાણના નામે ૧૦ કરોડ 50 લાખ રૂપિયાથી વધુની ઠગાઈ કરનાર પિતા-પુત્રને અમદાવાદ ગ્રામ્ય LCB ટીમે ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં ધોળકાના હરી જ્વેલર્સના માલિક ઘનશ્યામ સોની અને તેના પુત્ર યશ સોનીનો સમાવેશ થાય છે.પોલીસે જણાવ્યું કે આ દિવસે વધતા ચાંદીના ભાવની લાલચ આપી ૪૦થી વધુ લોકો પાસેથી ૫૦ હજારથી ૫૦ લાખ સુધીની રકમ લીધી હતી. ગામ છોડીને નાસી છૂટેલા આરોપીઓને વૈષ્ણોદેવી સર્કલ નજીક અદાણી શાંતિગ્રામના ભાડાના ફ્લેટમાંથી પકડવામાં આવ્યા હતા...BNS અને GPID એક્ટ હેઠળ ગુનો નોંધીને પોલીસે ૫ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓનો બીજો પુત્ર દીપ સોની હજુ ફરાર છે

આ સમાચાર શેર કરો