VIDEO: અમદાવાદ / સેટેલાઈટ વિસ્તારમાં આવેલા રત્નાકર બિલ્ડિંગમાં આગ લાગી
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા રત્નાકર બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા રત્નાકર બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ચાર ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે.


