મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદમાં પત્રકારની હત્યાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી

Ahmedabad News : અમદાવાદમાં પત્રકારની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી

Ahmedabad News : અમદાવાદમાં પત્રકારની હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 2 લાખની સોપારી આપીને પત્રકારની હત્યા કર્યા હોવાનું  સામે આવી રહ્યું છે. 

રિવરફ્રન્ટ વિસ્તારમાં એકટીવા પર આવેલા બે શખ્સોએ મનીષ શાહ નામના સ્થાનિક પત્રકારની હત્યા કરી ફરાર થયા હતા. બે હત્યારાઓએ ચપ્પુ વડે હુમલો કરીને હત્યા કરી હતી. 

મળતી માહિતી પ્રમાણે આરોપી મહિપાલસિંહના ભાઈ યુવરાજસિંહ અને મરનારની પત્ની વચ્ચે અનૈતિક સંબંધ હતો અને જેની ફરિયાદ પણ યુવરાજસિંહ સામે 2021માં વટવામાં થઈ હતી ત્યાર બાદ જામીન ઉપર બહાર આવ્યા બાદ વટવામાં ન આવવા આદેશ આપવામાં આવ્યા હતા.

તેમ છતાં મનીષ શાહ દ્વારા મહિપાલ સામે પણ ફરિયાદ કરતો હતો તેને લઈ સબક શીખવાડવા મહિપાલસિંહ દ્વારા શક્તિસિંહને બોલાવીને 2 લાખ માં સોપારી આપવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો