VIDEO: અમદાવાદમાં તંત્રએ ચૂંટણીની તૈયારીઓને આપ્યો આખરી ઓપ, 6 મતદાન મથકો અતિસંવેદનશીલ
અમદાવાદમાં વહીવટી તંત્રએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ
અમદાવાદમાં વહીવટી તંત્રએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. અમદાવાદમાં શાંતિપૂર્ણ મતદાન માટે તંત્રની તૈયારી ચાલી રહી છે. શહેરમાં કુલ 4 હજાર 257 મતદાન મથક છે. જેમાંથી 1 હજાર 644 સંવેદનશીલ અને 6 મતદાન મથકો અતિસંવેદનશીલ તરીકે જાહેર કર્યા છે. દરેક મતદાન મથકો પર સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત ગોઠવવા પોલીસ વિભાગે પણ એક્શન પ્લાન તૈયાર કરી દીધો છે.


