VIDEO: ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે અમરાઈવાડીમાં મનોજ તિવારીનો ભવ્ય રોડ-શો
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના આજે અંતિમ દિવસે રાજકીય ગરમાવો ચર
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના આજે અંતિમ દિવસે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. ભાજપના સ્ટાર પ્રચારક અને સાંસદ મનોજ તિવારીએ આજે અમદાવાદમના અમરાઈવાડીમાં ભવ્ય રોડ-શો કર્યો હતો. મનોજ તિવારીને જોવા અને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. મનોજ તિવારીએ પોતાના અંદાજમાં મતદારોને રીઝવ્યા હતા અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમણે 'કમળ' પર મહોર મારી ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી. સાંજ પડતા જ પ્રચારના પડઘમ શાંત થશે, ત્યારે ભાજપે જીત માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે.



