VIDEO:શ્રાવણ માસ અગાઉ શિવાલયમાં ચોરી, તસ્કરોએ કટરથી દાન પેટી કાપ્યાના CCTV આવ્યા સામે
વલસાડ આસપાસ ધાર્મિક સ્થાનકો ખૂબ છે. ત્યારે શ્રાવણ મહિનો શરૂ થાય તે અગાઉ જ શિવજીના મંદિરને તસ્કરોએ નિશાને લ

વલસાડ આસપાસ ધાર્મિક સ્થાનકો ખૂબ છે. ત્યારે શ્રાવણ મહિનો શરૂ થાય તે અગાઉ જ શિવજીના મંદિરને તસ્કરોએ નિશાને લીધુ હતુ. પારડીના પલસાણામાં તસ્કરોએ મંદિરમા ચોરી કરી હતી. રામેશ્વર મહાદેવ મંદિરમાંથી તાળુ તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. મંદિરમાં રહેલી દાનપેટીને લોખંડના કટરથી કાપીને અંદર રહેલા 25,000 થી વધુને ચોરી કરી હતી. સાથે જ ભગવાન શંકર ઉપર રાખવામાં આવતા નાગ અને છત્તરની પણ ચોરી કરી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના આધારે પારડી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પવિત્ર શ્રાવણ માસ અગાઉ જ શિવજીના મંદિરમાં ચોરી થતા ભાવિકોમાં રો।ની લાગણી જોવા મળી રહી છે.




