મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

Video: AFTERNOON NEWS / ઈઝરાયેલની ચૂંટણીમાં કોની બનશે સરકાર?, ભુતાનમાં ગ્લેશિયર ફાટ્યું

સોર્સ: gstv

1) ઈઝરાયેલની ચૂંટણી: નેતન્યાહૂ અને આઈઝેનકોટ બંને બહુમતી મેળવવામાં નિષ્ફળ 

નેતન્યાહૂ-તરફી જૂથે ઇઝરાયેલી સંસદમાં ૫૩ બેઠકો મેળવી, જ્યારે આઈઝેનકોટના નેતૃત્વ હેઠળના જૂથે ૪૮ બેઠકો જીતી. બાકીની ૧૯ બેઠકો આરબ નેતૃત્વ ધરાવતા બે પક્ષોએ જીતી.

2) 5 મિનિટમાં ગૂગલને 48 લાખ કરોડનું નુકસાન, AI નો ફૂગ્ગો ફૂટ્યો

AI) ક્ષેત્રે મોટા રોકાણને કારણે રોકાણકારોની ચિંતા વધી છે. ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટના શેરમાં 13.2 ટકાનો કડાકો બોલાતા માત્ર 5 મિનિટમાં 48 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપિટલાઇઝેશન ધોવાયું હતું

3) 'ઝડપથી સુરક્ષિત સ્થળે પહોંચો...': ભુતાનમાં ગ્લેશિયર ફાટતાં ભારતના સરહદી વિસ્તારોમાં હડકંપ

ભૂતાનના ગાસા જિલ્લામાં શિંતાફૂ ગ્લેશિયર ફાટ્યું.શિંતાફૂ સરોવર ફાટવાને કારણે મોફુર અને સંકોશ નદીમાં પાણી આગળ વધી રહ્યું છે. ભારતે પશ્ચિમ બંગાળ અને આસામ સહિત ઉત્તર બંગાળમાં પૂરની એડવાઈઝરી અને હાઈ એલર્ટ જાહેર

4) કોકોરોચ પાર્ટી વિપક્ષની રેલીમાં નહીં જોડાય, શું ખડગેએ સ્પષ્ટ ના પાડી?

દિલ્હીમાં 'ઈન્ડિયા' ગઠબંધન દ્વારા આયોજિત રેલીમાં CJPની સહભાગિતા અંગે અનિશ્ચિતતા યથાવત છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ જણાવ્યું છે કે CJPઆ રેલીમાં હાજર રહેશે નહીં;

5) PM મોદીનો બે દિવસ ગુજરાત પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. બનાસકાંઠાના ભીલડી ખાતે 14 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-શિલાન્યાસ કરશે. ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર તથા 2 બાયો-CNG પ્લાન્ટનો સમાવેશ 

6) સુરેન્દ્રનગરના લીંબડીમાં પોલીસના દરોડા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ડિવિઝન પોલીસે પાણશીણા અને મુળી વિસ્તારમાં દરોડા પાડીને ૩૭.૫૦ લાખ રૂપિયાની કિંમતનું ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી ઝડપી પાડ્યું છે.  

આ સમાચાર શેર કરો