VIDEO: ધર્મેન્દ્ર પ્રધાન બાદ શિક્ષણ મંત્રાલયની જવાબદારી પ્રહલાદ જોશીને સોંપાઈ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ શિક્ષણ મંત્રાલયનો વધારા

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ શિક્ષણ મંત્રાલયનો વધારાનો પ્રભાર હાલમાં પ્રહલાદ જોશીને સોંપવામાં આવ્યો છે. વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ પ્રહલાદ જોશીને તેમના વર્તમાન મંત્રાલયોની સાથે શિક્ષણ મંત્રાલયની વધારાની જવાબદારી આપવાનો આદેશ જાહેર કર્યો છે. રાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ પ્રહલાદ જોશી હાલની તમામ જવાબદારીઓ સાથે શિક્ષણ મંત્રાલયનું કામ પણ સંભાળશે. તેમના અગાઉના વિભાગોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે યથાવત રહેશે. હવે આગામી સમયમાં શિક્ષણ મંત્રાલય માટે નવા સંપૂર્ણ કેબિનેટ મંત્રીની નિમણૂક ક્યારે થાય છે તેના પર સૌની નજર છે.




