મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

VIDEO: EVENING BULLETIN / ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું, GPSC પરીક્ષાઓ મોકૂફ, CJP આંદોલન મુદ્દે દિલ્હી પોલીસનો મોટો ખુલાસો

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નીટ પેપ

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

નીટ પેપર લીક વિવાદની નૈતિક જવાબદારી સ્વીકારી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર ભાવુક પત્ર શેર કરી રાજીનામું આપ્યું છે.

CJP આંદોલન મુદ્દે દિલ્હી પોલીસનો મોટો ખુલાસો
 
દિલ્હીના જંતર-મંતર પર NEET પેપર લીકના મુદ્દે ચાલી રહેલા CJPના પ્રદર્શન વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી અફવાઓ અને ભ્રામક પોસ્ટ્સ અંગે દિલ્હી પોલીસે મોટો પર્દાફાશ કર્યો છે. સેન્ટ્રલ દિલ્હીના ડીસીપીએ જણાવ્યું કે આંદોલન દરમિયાન લોકોમાં દહેશત અને ભ્રમ ફેલાવવાના હેતુથી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વકર્યું

ઈરાનના સતત હુમલા સામે બેહરીન અને કુવૈતે સીધો મોરચો ખોલ્યો છે. અખાતી દેશોએ પ્રથમ વખત ઈરાન પર સીધા સૈન્ય હુમલા કર્યા.

 LPG ટેન્કર પર મિસાઈલ હુમલો

ઈરાની સીમામાં LPG ટેન્કર પર મિસાઈલ હુમલો થયો. જોકે, હોર્મુઝ નજીક બનેલી આ ઘટનામાં સવાર તમામ 28 ભારતીયો સુરક્ષિત છે.

GPSC પરીક્ષાઓ મોકૂફ

રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે GPSC દ્વારા 26 જુલાઈએ યોજાનાર વર્ગ-1 અને વર્ગ-2 ની 34 પરીક્ષાઓ મોકૂફ રખાઈ છે.

નસવાડીમાં દીપડાનો હુમલો

છોટાઉદેપુરના જીતપુરામાં ખેડૂત પર દીપડાએ હુમલો કરતા હાથ અને બરડાના ભાગે ઇજા થઈ હતી. ખેડૂતે હિંમત દાખવી બૂમાબૂમ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા, જેથી દીપડો જંગલ તરફ નાસી ગયો હતો

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

બે લો-પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ-સુરત સહિત અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

ભાવનગર ગેરકાયદે મદ્રેસા કેસ

સિદસરના ગેરકાયદે મદ્રેસા કેસમાં મૌલાનાના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ મામલે ભરૂચ કનેક્શન સામે આવતાં SOGની ટીમે જંબુસરમાં તપાસ લંબાવી છે.

આ સમાચાર શેર કરો