VIDEO: EVENING BULLETIN / અમદાવાદમાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર, ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, PMની જાહેરાત પર CJPનો પ્રહાર
અમદાવાદમાં આવતીકાલે શ

અમદાવાદમાં આવતીકાલે શાળાઓમાં રજા જાહેર
અમદાવાદ શહેરમાં અનરાધાર વરસાદ અને જળબંબાકારની સ્થિતિને પગલે તંત્રએ મોટો નિર્ણય લીધો છે. અમદાવાદ જિલ્લા કલેક્ટરની સૂચનાથી DEO દ્વારા આવતીકાલે શુક્રવારે શહેર અને જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં સત્તાવાર રજા જાહેર કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્રાફિકમાં ફસાયા
અમદાવાદમાં ભારે વરસાદ અને જળભરાવ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પણ ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો! પેલેડિયમ મોલ પાસે ભારે ટ્રાફિકને કારણે CM નો કોન્વોય અટક્યો હતો, જેને બાદમાં પોલીસે બંધ કટ ખોલીને સુરક્ષિત રીતે આગળ રવાના કર્યો હતો.
ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદી માહોલ રહેશે. ચાર-ચાર હવામાન સિસ્ટમ સક્રિય હોવાથી આગામી ૪૮ કલાક અતિભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, જ્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
પીએમની જાહેરાત પર સીજીપીનો પ્રહાર
NEET પેપર લીક પર પીએમ મોદીની ફાસ્ટ-ટ્રેક કોર્ટની જાહેરાતને 'કોકરોચ જનતા પાર્ટી'એ ફગાવી દીધી છે. CJP એ આ જાહેરાતને મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવી, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની પોતાની મુખ્ય માંગ દોહરાવી છે.
ઈરાન સામે અમેરિકાનું B-1 બોમ્બર
અમેરિકા અને ઈરાન વચ્ચેની જંગ વધુ ખતરનાક બની છે! અમેરિકી સેનાએ પહેલીવાર તેના ઘાતક B-1 લાન્સર બોમ્બરનો ઉપયોગ કરીને ઈરાનની IRGC ના ઠેકાણાઓ પર ભીષણ બોમ્બમારો કર્યો છે. 12 દિવસના યુદ્ધ બાદ અમેરિકાએ આ શક્તિશાળી વિમાન મિશન પર ઉતાર્યું છે.
ઈરાનનો અમેરિકા પર વળતો પ્રહાર
ઈરાનની સેનાએ કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર વળતો પ્રહાર કરવાનો દાવો કર્યો છે. ઈરાની સરકારી મીડિયા મુજબ, આ હુમલામાં જોર્ડનમાં અમેરિકાની આધુનિક ‘થાડ’ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું રડાર નષ્ટ કરી દેવાયું છે.
પેપર લીક મુદ્દે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ
દેશભરમાં પેપર લીક અને ભ્રષ્ટાચાર સામે વિરોધનો વંટોળ ઊઠ્યો છે. પીએમ મોદીએ ફાસ્ટ-ટ્રેક કોર્ટ્સ બનાવી દોષિતોને સખત સજા આપવાનું વચન આપ્યું છે, પરંતુ આંદોલનકારીઓ અને વિપક્ષ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માગ પર અડગ છે.
બેંગલુરુના પીજીમાં ભીષણ ધમાકો
બેંગલુરુના બોમ્મસંદ્રા વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં કામદારોના પીજીમાં શંકાસ્પદ ગેસ લીકેજ બાદ અચાનક ભીષણ ધમાકો થયો હતો. વિસ્ફોટ બાદ લાગેલી આગમાં ૮ જેટલા મજૂરો ગંભીર રીતે દાઝી ગયા છે.








