મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમુલ બાદ હવે બરોડા ડેરીનો ભાવવધારો, દૂધ પ્રતિ લિટર મોંઘું થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

વડોદરામાં હવે દૂધના ભાવમાં વધારો થતાં સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે. અમુલ બાદ બરોડા ડેરી દ્વારા પ

વડોદરામાં હવે દૂધના ભાવમાં વધારો થતાં સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે. અમુલ બાદ બરોડા ડેરી દ્વારા પણ દૂધના ભાવમાં પ્રતિ લીટર વધારો જાહેર કરવામાં આવ્યો છે. ગોલ્ડ, શક્તિ, તાજા અને ગાયના દૂધના નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે. અમુલ ગોલ્ડ 500 મિલી પાઉચ 35 રૂપિયા, અમુલ શક્તિ 32 રૂપિયા અને સ્લિમ એન્ડ ડ્રીમ 26 રૂપિયામાં મળશે. ગાય અને તાજા દૂધના ભાવમાં પણ વધારો થયો છે. દૂધ જેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુના ભાવ વધતા સામાન્ય પરિવાર અને ગૃહિણીઓના માસિક બજેટ પર સીધી અસર પડી રહી છે. લોકોએ ભાવ ઘટાડાની માંગ ઉઠાવી છે.

આ સમાચાર શેર કરો