મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સામાન્ય માણસની રસોઈનું બજેટ ફરી વધી ગયું, દેશની બે અગ્રણી ડેરી કંપનીઓએ દૂધના ભાવમાં કર્યો વધારો

આજથી સામાન્ય માણસની ર

આજથી સામાન્ય માણસની રસોઈનું બજેટ ફરી વધી ગયું છે, કારણ કે દેશની બે અગ્રણી ડેરી કંપનીઓ અમૂલ અને મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે. બંને કંપનીઓએ પોતાના વિવિધ મિલ્ક વેરિએન્ટ્સ પર પ્રતિ લીટરે ૨ રૂપિયા સુધીનો વધારો કર્યો છે, જે નવી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. ડેરી કંપનીઓના જણાવ્યા અનુસાર, ખેડૂતો પાસેથી દૂધ ખરીદીના ખર્ચમાં વધારો થવાને કારણે અને પ્રોડક્શન કોસ્ટ વધવાના લીધે કિંમતોમાં આ ફેરફાર કરવો પડ્યો છે. મધર ડેરીએ સ્પષ્ટ કર્યું છે કે છેલ્લા એક વર્ષમાં ખેડૂતો પાસેથી દૂધ ખરીદવાની કિંમત આશરે ૬ ટકા વધી છે. કંપની પોતાની કુલ કમાણીનો લગભગ ૭૫થી ૮૦ ટકા હિસ્સો ખેડૂતો અને દૂધની ખરીદી પાછળ જ ખર્ચ કરે છે, જેથી આ વધેલા ખર્ચનો કેટલોક બોજ ગ્રાહકો પર નાખવો અનિવાર્ય બન્યો હતો.

આ સમાચાર શેર કરો