VIDEO: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ; મતદાન મથકો પર કરાઈ ORS પેકેટ્સની વ્યવસ્થા
ભરૂચમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્

ભરૂચમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું છે. આજે કે.જે. પોલીટેકનિક કોલેજ ખાતેથી EVM અને ચૂંટણી સામગ્રીનું ડિસ્પેચિંગ શરૂ કરી 6663 કર્મચારીઓને રવાના કરાયા છે. ચૂંટણી ઓબ્ઝર્વર ડી.બી. દવેરાએ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લાની 336 બેઠકો માટે 956 ઉમેદવારો મેદાનમાં છે. ખાસ કરીને ગરમીને જોતા તમામ 1343 મતદાન મથકો પર દવાઓ અને ORS પેકેટ્સની વ્યવસ્થા કરાઈ છે.




