VIDEO: બે ઇંચે ઇડર પાણીમાં ગરકાવ
ઇડર શહેરમાં માત્ર બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. પાલિકા વિસ્તારના વોર્ડ નંબર 5

ઇડર શહેરમાં માત્ર બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. પાલિકા વિસ્તારના વોર્ડ નંબર 5માં રસ્તાઓ સાથે રહેણાંક મકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને પાલિકાના ઉપપ્રમુખના વોર્ડમાં જ પાણી ભરાતા સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. પાણીના યોગ્ય નિકાલના અભાવે રહેવાસીઓ પરેશાન બન્યા હતા અને મકાનોમાં પાણી ફરી વળતાં રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવી વરસાદી પાણીના કાયમી નિકાલની માંગ કરી હતી.




