VIDEO: ભારે વરસાદમાં 'રિયલ લાઇફ સ્પાઇડર-મેન' બન્યો યુવક, લોકોની મદદ કરી જીત્યાં લાખોના દિલ
દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મહારાષ્ટ્રના ભિવંડીમાં પણ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આવા સમયે સ્થાનિક યુવક શાદાબ મોમિન સ્પાઇડર-મેનનો વેશ ધારણ કરીને મદદ માટે આગળ આવ્યો. રસ્તા પર પાણી ભરાવાને કારણે ખાડા દેખાતા ન હોવાથી તેણે કલાકો સુધી પાણીમાં ઉભા રહી લોકોને સુરક્ષિત માર્ગ બતાવ્યો. એટલું જ નહીં, પાણીમાં ફસાયેલા બાઈક, ઓટો અને કારને ધક્કો મારી બહાર કાઢવામાં પણ મદદ કરી. તેનો આ માનવતાભર્યો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો તેને 'રિયલ લાઇફ સ્પાઇડર-મેન' કહીને વખાણી રહ્યા છે.




