VIDEO: અમદાવાદના બાપુનગરમાં અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર તોડી વીજ પોલ સાથે અથડાઈ
અમદાવાદના બાપુનગરમાં આવેલા શ્યામ શિખર અને ઇન્ડિયા કોલોની રોડ

અમદાવાદના બાપુનગરમાં આવેલા શ્યામ શિખર અને ઇન્ડિયા કોલોની રોડ પર એક કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.બેકાબૂ બનેલી કાર પૂરપાટ ઝડપે ડિવાઇડર તોડીને વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. રાત્રિના શાંત સમયે બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ કેવી રીતે ગુમાવ્યો અને આ પાછળનું ચોક્કસ કારણ શું છે, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.




