મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અમદાવાદમાં અકસ્માત સર્જી બે યુવકોનો ભોગ લેનાર આરોપીની ટોળાએ કોર્ટ પરિસરમાં જ કરી ધોલાઈ

અમદાવાદના ઝાંસીની રાણીના બસ સ્ટેન્ડ પાસે કાર અને એક્ટિવા

અમદાવાદના ઝાંસીની રાણીના બસ સ્ટેન્ડ પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે લોકોના દુર્ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતા કોર્ટ પરિસરમાં ઉશ્કેરાયેલા ટોળા સહિત મૃતકના પરિજનોએ આરોપીની ધોલાઈ કરી હતી. 

મારથી બચવા રોહન સોની કોર્ટની બિલ્ડિંગમાં ભાગી ગયો 

ગત રોજ મોડી રાત્રે શહેરના શિવરંજની નજીક ઝાંસીની રાણીના બસ સ્ટેન્ડ પાસે બર્થ ડે પાર્ટીની ઉજવણી કરી કાર લઇ રેસ લગાવવા નીકળેલા નબીરાએ એક્ટિવા પર જઈ રહેલા બે નિર્દોષ યુવકોને અડફેટે લેતા બંને યુવકોના મોત નિપજ્યા હતા. ઘટના બાદ પોલીસે આ આરોપી રોહન સોની નામના યુવકની ધરપકડ કરી હતી. આજે પોલીસ યુવકને મેટ્રો કોર્ટ પરિસરમાં લઈને આવતા ત્યાં અગાઉથી ઉભેલા ટોળા સહિત મૃતક યુવકોના પરિજનોએ આરોપીને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. હાજર પોલીસે પણ આરોપીને માર ન મારવા કહ્યું હતું પણ ઉશ્કેરાયેલા પરિજનોએ આરોપીની ધોલાઈ કરી હતી. મારથી બચવા રોહન સોની કોર્ટની બિલ્ડિંગમાં ભાગી ગયો હતો. અકસ્માતની ઘટના બાદ આરોપી સામે મૃતકના પરિજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે. 

આ સમાચાર શેર કરો