મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માણાવદર હાઈવે પર અમદાવાદના વેપારીઓ લૂંટાયા, કરોડોના દાગીના લૂંટી આરોપીઓ ફરાર

જુનાગઢના માણાવદરના સરાડિયા રોડ પર લૂંટની ઘટના થઈ હતી. અમદાવાદના વેપારીઓની ક

જુનાગઢના માણાવદરના સરાડિયા રોડ પર લૂંટની ઘટના થઈ હતી. અમદાવાદના વેપારીઓની  કારને આંતરીને દોઢ કરોડથી વધુ સોના‌ ચાંદીનાં દાગીનાની લૂંટ કરીને આરોપીઓ ફરાર થયા હતા. અમદાવાદના બે વેપારીઓ કુતિયાણાથી રાત્રિના પરત ફરી રહ્યા હતા તે સમયે બાટવા નજીક લૂંટની ઘટના થઈ હતી. બન્ને વેપારીઓ સૌરાષ્ટ્ર એક સોનીની દુકાનમાં સોનાના વેચાણ માટે દાગીનાઓ લઈને ગયા હતા.

સોનીની દુકાનમાં વેપારીઓ

SP, DYSP, LCB, SOG સહિતની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી

બન્ને વેપારીઓ ત્યાંથી પરત ફર્યા અને રાત્રિના સમયે લૂંટની ઘટના થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં SP, DYSP, LCB, SOG સહિતની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસે ફરાર આરોપીઓને દબોચવા માટે ટીમો સંગઠિત કરીને કાર્યવાહી શરૂ કરી હતી.

 હિન્દી ભાષી શખ્સોએ લૂંટ કરી હોવાનું પ્રાથમિક માહિતી

પોલીસે તમામ સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવાનું શરૂ કર્યું હતું. જે સોનીની દુકાનમાં તેઓ દાગીના બતાવવા ગયા ત્યાંના પણ પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. હિન્દી ભાષી શખ્સોએ લૂંટ કરી હોવાનું પ્રાથમિક માહિતી વેપારીઓ પાસેથી પોલીસને મળી હતી.

આ સમાચાર શેર કરો