મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં ડમ્પરે મહિલાને કચડી નાખી, હચમચાવી નાખતા અકસ્માતના CCTV આવ્યા સામે

વડોદરમાં ફરી એકવાક ડમ્પર કાળ બનીને ત્રાટકી હતી. જ્યાં શહેરના નીલાંબર સર્કલ પાસે બાળકી સાથે એક મહિલા ટુ-વ્

વડોદરમાં ફરી એકવાક ડમ્પર કાળ બનીને ત્રાટકી હતી. જ્યાં શહેરના નીલાંબર સર્કલ પાસે બાળકી સાથે એક મહિલા ટુ-વ્હીલર પર જઈ રહી હતી. ત્યારે કોંક્રિટ મિક્સર ટ્રકે મહિલાને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બાળકી ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ત્યારે આ અકસ્માતના ભલભલાને હચમચાવે નાખે તેવા સીસીટીવી સામે આવ્યા છે. 

મળતી માહિતી અનુસાર, વડોદરાના ગોત્રી નીલાંબર સર્કલ નજીક નશાની હાલતમાં કોંક્રિટ મિક્સર ટ્રક ચાલાકે ટુ વ્હીલર પર જતી માતા-પુત્રીને અડફેટે લીધી હતી. જેમાં ટ્રકનું ટાયર મહિલાના માથાના ભાગે ફરી વળતા હિમાલીબેન પાઠકનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા મહિલાના પરિજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

ટ્રક ચાલક નશો કરેલી હાલતમાં હોવાનું સામે આવ્યું

બીજી તરફ ગોત્રી પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. ટ્રક ચાલકને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો. વાહન ચાલક નશો કરેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.

આ સમાચાર શેર કરો