VIDEO: બનાસકાંઠામાં સ્કુલ વાન અને કાર વચ્ચે અકસ્માત, 7 વિદ્યાર્થીઓ ઘાયલ
બનાસકાંઠામાંથી અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. એવામાં ફરી બનાસકાંઠા હાઈવે પર અકસ્માત સર્જાયો જેમાં
બનાસકાંઠામાંથી અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. એવામાં ફરી બનાસકાંઠા હાઈવે પર અકસ્માત સર્જાયો જેમાં સ્કુલ વાન અને કાર વચ્ચે અકસ્માત થતાં 7 વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. જો કે મોટી જાનહાનિ થતાં ટળી હતી.
આ પણ વાંચો : ચાંદખેડાની SMS હોસ્પિટલમાં ઓપરેશન બાદ વૃદ્ધનું મોત, પરિવારના આક્ષેપ સામે હોસ્પિટલે કહ્યું,'જે થાય તે કરી લો'
બનાસકાંઠામાં ડીસા પાલનપુર હાઇવે પર ભોયણ પાટીયા નજીક સ્કુલ વાનને અકસ્માત નડ્યો હતો. જેમાં સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા સ્કુલ વાન હાઈવે પરથી પલટી મારીને બાજુના સર્વિસ રોડ પાસે આવી ગઈ હતી. આ અકસ્માતમાં ઘાયલ વિધાર્થીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. સદનસીબે જાનહાનિ ટળતા લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા.




