મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધાનેરા નજીક ચાર વાહનો વચ્ચે અકસ્માત, એકનું મોત ચાર ઈજાગ્રસ્ત

બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છ

તસવીર: gstv

બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. થાવર ગામ નજીક માલોત્રા ત્રણ રસ્તા પર એક જ સ્થળે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. બનાવ બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. વરસાદી વાતાવરણને કારણે માર્ગો લપસણા બનતા વાહનચાલકોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો