મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધાનેરા નજીક ઈકો અને ટેમ્પો ધડાકાભેર અથડાયા, એકનું મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

બનાસકાંઠાના ધાનેરાના થાવર અને કોટડા ગામ વચ્ચેના હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈકો ગાડી અને પીકઅપ ગાડી

બનાસકાંઠાના ધાનેરાના થાવર અને કોટડા ગામ વચ્ચેના હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈકો ગાડી અને પીકઅપ ગાડી વચ્ચે જોરદાર ટક્કર થતાં એક યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં મહિલાઓ અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ અકસ્માતે ફરી એકવાર હાઈવે સલામતી પર સવાલો ઉભા કર્યા છે. 

આ સમાચાર શેર કરો