મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર કલ્યાણગઢ પાસે ઈકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત, 7 ઈજાગ્રસ્ત

અમદાવાદ નજીક બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર કલ્યાણગઢ ગામ પાસે ઈકો

અમદાવાદ નજીક  બાવળા-બગોદરા નેશનલ હાઈવે પર કલ્યાણગઢ ગામ પાસે ઈકો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભાવનગરના ઘોઘાસર્કલ વિસ્તારમાં રહેતા લોકો આ ઈકો કારમાં સવાર હતા, જેઓ અમદાવાદ લગ્નપ્રસંગમાં આવી રહ્યાં હતા. કલ્યાણગઢ ગામ પાસે પોહોચતા સામેથી આવી રહેલા ડમ્પર સાથે કારની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની જાણ થતા બગોદરા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ  ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 2 લોકોની સ્થિતિ ગંભીર છે. આ તમામ લોકોને સારવાર માટે સોલા સિવિલ અને અસારવા સિવિલ સારવાર અર્થે ખસેડાયા હતા. 

આ સમાચાર શેર કરો