મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંબાજી CNG પંપ પર અકસ્માત, CCTVમાં કેદ સમગ્ર ઘટના

બનાસકાંઠાના અંબાજીમાં CNG પેટ્રોલ પંપ પર થયેલા ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. સમગ

તસવીર: gstv

બનાસકાંઠાના અંબાજીમાં CNG પેટ્રોલ પંપ પર થયેલા ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. સમગ્ર ઘટના પેટ્રોલ પંપના CCTV કેમેરામાં કેદ થઈ છે. CNG ભરાવવા આવેલી ઈકો કાર ખાટલા સાથે અથડાતા ત્યાં બેઠેલા ટેન્કર ચાલક રાજેન્દ્રસિંહ જગતસિંહ પરમારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે આરોપી ચાલકની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો