VIDEO: નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોરની ઘટનાને લઈને ABVPનો ઉગ્ર વિરોધ

અમદાવાદના ઘાટલોડિયાની નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોરની ઘટનાને

અમદાવાદના ઘાટલોડિયાની નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોરની ઘટનાને લઈને એબીવીપીએ વિરોધ દર્શાવ્યો છે.એબીવીપીના આગેવાનો અને કાર્યકર્તાઓ નેશનલ સ્કૂલ પહોંચ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે  એબીવીપીના આગેવાનોએ શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા  માટે ખાસ વ્યવસ્થાની માંગ કરી છે.

શાળામાં શિસ્ત સમિતિની નિમણુક થઈ હોવાનો દાવો કર્યો 

મળતા અહેવાલ પ્રમાણે નેશનલ સ્કૂલમાં બાઉન્સર રાખવામાં આવે તેમજ વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગ માટે કાઉન્સિલર રાખવામાં આવે તેવી માંગ સાથે આચાર્યને આવેદનપત્ર પાઠવ્યુ હતુ..તો બીજી તરફ શાળા તંત્રે  પૂરતા સીસીટીવી છે અને તે ચાલુ છે. તેમજ શાળામાં શિસ્ત સમિતિની નિમણુક થઈ હોવાનો દાવો કર્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત